" ચોક એન્ડ ડસ્ટર "
" ચોક એન્ડ ડસ્ટર "
ફિલ્મનું નામ સૂચવે છે એમ આ ફિલ્મ ચોક એન્ડ ડસ્ટર. વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને સંસ્થાઓના પ્રશ્નો અને એના ઉકેલ ની વાત લઈને રજૂ થતી આ ફિલ્મ છે.શિક્ષણ આજે એક વેપાર બની ગયો છે. વિદ્યાર્થીઓના હિતની અવગણના થતી જોવા મળે છે. શિક્ષણ જગતને સ્પર્શથી આ ફિલ્મ ચોક એન્ડ સિસ્ટર ની સમીક્ષા જોઈએ.
" ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. "
સંત કબીરદાસે સદીયો પહેલા કહ્યું હતું , એ મુજબ ગુરુ અને ગોવિંદની તુલનામાં પણ ગુરુને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. એક એકલવ્ય હતો જેણે ગુરુદક્ષિણામાં પોતાનો અંગૂઠો કાપી ગુરુના ચરણે ધરી દીધો હતો. કારણ કે એ સમયમાં વિદ્યા અને વિદ્યાપીઠને સન્માન હતું. વર્તમાન સમયમાં વિદ્યા અને વિદ્યાપીઠ બન્ને એકદમ પ્રોફેશનલ બની ગયા છે. મૂળ આ ભાવને રજૂ કરતી આ ફિલ્મ ચોક એન્ડ ડસ્ટર વર્તમાન સમયે ના શિક્ષણનું આબેહૂ નિરૂપણ થયેલું જોવા મળે છે.
કાંતાબેન હાઈસ્કૂલને નંબર વન બનાવી કે જ્યાં સેલિબ્રિટીના સંતાનો ભણવા માટે આવે. શબાના આઝમી ( વિદ્યા સાવંત ) અને જૂહી ( જ્યોતિ ) આ બંને ટીચરની આ ફિલ્મમાં વાત કરવામાં આવી છે. બંને એકબીજાની હુફ બનીને મુંબઈની એક સ્કૂલમાં જોબ કરે છે. ભણતર એ તેમને માટે નોકરી નહિ પણ એક સેવા છે એવું માનતી આ બન્ને શિક્ષક પોતાના વિદ્યાર્થીઓમાં પોતાના સંતાન જુએ છે. એટલે જ તે વિદ્યાર્થીઓ સાથે પ્રેમથી વાત કરે છે. જીવન જીવવા માટે પૈસા નહીં પણ નિયમિત આ આર્દશ જેવા મૂલ્ય જરૂરી છે એવું શીખવી રહેલી વિદ્યા અને જ્યોતિ એકબીજાનો સહારો બનીને જીવે છે. પણ આ સહારા સામે મુશ્કેલીનો વંટોળ આવે છે જેનું નામ છે કામિની ગુપ્તા. કામિની ગુપ્ત સ્કૂલની પ્રિન્સીપાલના સ્થાન ઉપર આવે છે. કામિની એજ્યુકેશન સિસ્ટમ ને બદલવા ઈરાદે છે આ બદલાવ સાથે વિદ્યા અને જ્યોતિ ને ઉભા રહેવાનું છે. આ કામ ખૂબ અઘરું છે પણ અશક્ય નથી. એમ માનીને વિદ્યા અને જ્યોતિ તેને પડકાર આપે છે અને બંને પક્ષ એકબીજાની સામે જો એન્ડ સિસ્ટર ની જેમ કામ શરૂ કરે છે.
આ ફિલ્મમાં શિક્ષણ પ્રથા અને શિક્ષકો વચ્ચે મતભેદને સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. જોકે અહીં આ ફિલ્મમાં શિક્ષકને નિષ્ઠાવાન અને વિદ્યાર્થી નું ભલુ ઈચ્છનાર પણ બતાવ્યા છે ત્યારે મનમાં જરૂર એવું થાય કે કાશ વર્તમાન સમય આવા શિક્ષકો હોય તો !
વિદ્યા સાંવન ના ચહેરા ઉપર મોટી ઉંમરના હોવાનું સ્પષ્ટ દેખાય છે. વિદ્યાર્થી સાથે પ્રેમથી વર્તી વિદ્યા પર વિદ્યાર્થીઓને ન ભણાવવાની વાત બહાર પડતા વિદ્યાના ચહેરા પર દુઃખ-દર્દ સુધી પહોંચે છે.
જ્યોતિ તો આ ફિલ્મમાં કમાલ કરી છે. જ્યોતિ નું પાત્ર નોંધપાત્ર રીતે આલેખવામાં આવ્યું છે. ચોટદાર સંવાદોથી જ્યોતિ આખી ફિલ્મમાં આવું સ્થાન ધરાવે છે. આજે " आज द्रोणाचार्य बीमार है उसका अर्जुन " આ વાક્ય બોલીને જ્યોતિ યુવાનોનાં મનને ઓતપ્રોત કરી દે છે. બાળક સાથે બાળક જેવી બની જતી , રિપોર્ટનો સાથ લઈને અન્યાય સાથે અવાજ ઉઠાવતી આમ અલગ અલગ રૂપમાં જ્યોતિ નું પાત્ર રજૂ થયું છે.
કલાકાર :
શબાના આઝમી
જૂહી ચાવલા
ઝરીના વાહબ
દિવ્યા દત્તા
ઉપાસના સિંહ
રિચા ચઢ્ઢા
આયૅન અબ્બર
ગિરીશ કનૉડ
જેકી શ્રોફ
સમીર સોની
રિસી કપૂર
Comments
Post a Comment