ઇન્ટર્નશીપ અહેવાલ
તારીખ ૫/૮/૨૦ થી ૩૧/૧૦/૨૦ સુધી શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દેશલપર (વાંઢાય) માં ઇન્ટર્નશિપ ચાલુ થઈ હતી. શાળાના આચાર્યશ્રી પૂર્તિબેન એ અમને મંજૂરી આપી હતી. ત્યારબાદ શાળા વિશે માહિતી આપી અને શિક્ષકો સાથે મુલાકાત કરાવી હતી. ઈન્ટરશિપ દરમિયાન દરેક દિવસે એક નવો ઓનલાઇન શિક્ષણમાં અનુભવ થયો હતો. ઈન્ટરશિપ દરમિયાન દરેક તાલીમાર્થીઓએ ઓનલાઇન શિક્ષણમાં એક અલગ અનુભવ થયો હતો. ઇન્ટર્નશીપ દરમિયાન આચાર્ય શ્રી સાથે શાળા સમય દરમિયાન હાજરીપત્રક, સામાન્ય પત્રક, વિદ્યાર્થી પ્રગતિપત્રક વગેરેનું નિરીક્ષણ કર્યું અને સમજ આપી હતી.
∆ ઇન્ટર્નશીપ દરમિયાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ:
--- ૩/૯/૨૦ ના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ સ્પર્ધાનો વિષય જીવનમાં શિક્ષકનું મહત્વ. ત્યારબાદ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંં હતુ.
--- ૨૧/૯/૨૦ ના રોજ અંધજન અને વિકલાંગ બાળકો માટે ફાળો ઉઘરાવવા દુકાનોમાં ગયા હતા. તેમાં સારો સહકાર પણ મળ્યો હતો.
--- ૧૪/૯/૨૦ ના હિન્દી દિવસ નિમિત્તે ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિષય ૧.હિન્દી ભાષાનું મહત્વ ઓડિયો અથવા વિડીયો સાથે અને વિષય ૨. હિન્દીમાં બોધ કથા ઓડિયો અથવા વિડીયો સાથે.
--- ૨૩/૯ થી ૫/૧૦ સુધી શાળા નો વિસ્તાર કોરન્ટાઈન હોવાના કારણે શાળા બંધ હતી. તેથી તે દિવસો દરમિયાન અમે ઘરેથી શાળાની કામગીરી કરી હતી.
--- ૨૬/૯/૨૦ ના રોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓ એ સારો સહકાર આપ્યો હતો.
ઈન્ટરશિપ દરમિયાન શાળામાં કરેલી કામગીરી
∆ એકમ કસોટી ની તપાસ કરવામાં આવી.
∆ શિક્ષક દિન નિમિત્તે વિજયભાઈ રૂપાણી દ્વારા નવી શિક્ષણનીતિનો ખ્યાલ આપવામાં આવ્યો હતો.
∆ શાળાના વહીવટી કાર્યો પણ કર્યા હતા.
∆ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષા નિમિત્તે ફોર્મ ભરવામાં મદદ કરી હતી.
∆ શાળામાં સરકાર તરફથી મળેલ રમત-ગમતના સાધન ના ગ્રાન્ટ ગોઠવણી કરી હતી.
∆ લાઈબ્રેરીની ગોઠવણી પણ કરી હતી.
∆ શૈક્ષણિક મુદ્દાઓની લિંક અમારા દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવી હતી. અમુક વિષયવસ્તુના મુદ્દાઓ અમે જાતે ppt ના માધ્યમથી બનાવીને ગ્રુપમાં મોકલ્યા હતા.
∆ ૧૦/૧૦/૨૦ ના રોજ google ફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ પાસે એકમ કસોટી લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ નો સારો સહકાર મળ્યો હતો.
∆ ૨૭/૧૦/૨૦ ના રોજ અગાઉ લીધેલ સ્પર્ધા અંતર્ગત વિશેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે એમના ઘરે ગયા હતા. સાથે તેમનું ગૃહ કાર્યની પણ તપાસ કરી હતી.
∆ તારીખ 29/10/૨૦ ના રોજ સવારના 10:00 વાગ્યે શ્રી દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ દ્વારા સ્વામીશ્રી પ્રદીપ્તનંદજી દ્વારા તણાવ મુક્ત શિક્ષણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.
આમ, ૫/૮/૨૦ થી ૩૧/૧૦/૨૦ સુધી ઇન્ટર્નશીપ હતી. આ સમય દરમિયાન અમને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફથી પૂરો સહકાર મળ્યો હતો. આમ ઓનલાઇન ઈન્ટરશિપ દરમિયાન અમને સારા અને નરસા બંને પ્રકારના અનુભવો થયા હતા. જો ઓનલાઇન ઇન્ટર્નશીપ ન હોત તો વિદ્યાર્થી પાસેથી અમને ઘણું બધુ શીખવા મળ્યું હોત. આમ, ઓનલાઇન ઈન્ટરશિપ દરમિયાન અમારો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો.
😊 આભાર 😊





