શિક્ષણ સાર્થક ક્યારે થાય છે ?
શિક્ષણ સાર્થક ક્યારે ગાણાય ? શિક્ષક તરીકેની તાલીમ લેતા હોય ત્યારે હંમેશા શિક્ષણ વિશેની સમજ લોકોને આપવાની ટેવ હોય . શિક્ષક અમુક અંશે વિદ્યાર્થીઓને સંકુચિત બનાવી દેતા હોય છે. જે પાંચ વર્ષનું બાળક ચિત્ર બનાવી લેતું હોય , કાવ્ય યાદ રાખી લેતું હોય , ગીત ગાઈ શકતો હોય , તો પોતાના અભ્યાસમાં આવતી વસ્તુ કેમ આટલી સરળતાથી યાદ રહેતી નથી ? કારણ છે શિક્ષણ પદ્ધતિ . જે વિશે ઘણું લખાયું છે અને ઘણું કહેવાયું છે પણ બહુ ઓછી વ્યક્તિઓ તેને સુધારવાનો પ્રયત્ન કર્યો છે . સામાન્ય ઉદાહરણ લઈ તો એક બાળક આર્થિક પરિસ્થિતિના લીધે શિક્ષણથી વંચિત રહ્યું હોય છે જે મકરસંક્રાંતિના જેવા તહેવારોમાં કોલોનીના રોડ પર પતંગ ભેગા કરતું જોવા મળે છે. કારણ કે જ્યારે પતંગ કપાય એ જ મિનિટે નક્કી કરવું પડે છે કે પવન કઈ દિશામાં છે , પતંગ મેળવવા માટે હું કયા રસ્તા થ...