ઇન્ટર્નશીપ અહેવાલ
નામ : પોકાર હર્ષા ચંદુલાલ રોલ નંબર : 21 S.y.b.ed. તારીખ : ૧/૧૧/૨૦૨૦ વાર : શનિવાર તારીખ ૫/૮/૨૦ થી ૩૧/૧૦/૨૦ સુધી શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દેશલપર (વાંઢાય) માં ઇન્ટર્નશિપ ચાલુ થઈ હતી. શાળાના આચાર્યશ્રી પૂર્તિબેન એ અમને મંજૂરી આપી હતી. ત્યારબાદ શાળા વિશે માહિતી આપી અને શિક્ષકો સાથે મુલાકાત કરાવી હતી. ઈન્ટરશિપ દરમિયાન દરેક દિવસે એક નવો ઓનલાઇન શિક્ષણમાં અનુભવ થયો હતો. ઈન્ટરશિપ દરમિયાન દરેક તાલીમાર્થીઓએ ઓનલાઇન શિક્ષણમાં એક અલગ અનુભવ થયો હતો. ઇન્ટર્નશીપ દરમિયાન આચાર્ય શ્રી સાથે શાળા સમય દરમિયાન હાજરીપત્રક, સામાન્ય પત્રક, વિદ્યાર્થી પ્રગતિપત્રક વગેરેનું નિરીક્ષણ કર્યું અને સમજ આપી હતી. ...