સત્યના પ્રયોગો
આજે ગાંધી જયંતિના દિવસો દરમિયાન અમે એક સરસ કામચલાઉ કર્યું હતું ..ગુમ્નો ગુલાદસ્તો અને માતાપિતાના લગ્ન જે ખરેખર પુસ્તક પ્રેમમાં છે અને માગે છે.
આજનાં પુસ્તકોનાં 'સત્યનું પ્રયોગ' ગાંધીજી વિષયનું ધ્યાન છે, સંભળાય છે, સંભળાયેલું છે, વાંચ્યું છે, જોયું છે …………………………………………………………………………………………………………………………… ..? જો હા ..તો તમે સદનસીબ છો અને જો તમે કોઈ પણ સંજોગોમાં ન હોવ તો ..હજુ પણ મોડુ નથી હોતા…. સત્યના પ્રયોગની જોગવાઈ અને જાહેરમાં નાની સૂચિની વાત કરવામાં આવે તો તે એક દિવસ માટે… .એક દિવસ માટે જરા બચાવો જ બોલીને નિહાળો… ..પોતાની કાં પારખી લેવી ..રાજ્ય સૂચિ પહેલા નીરખી લેવી .. પછી આવી નહીં. બાપુ અભ્યાસ વિષયક વાગોળતો… હું મારી સ્ત્રી નેસિબવંતી મા છું, હું દરેક જ્કેાન માં ખૂબ જ જાણી શકું છું… અવ્યવસ્થિત જિંદગી છે, અને મારા જીવનમાં તે કોઈ ગમાદ્યા નથી …… .આ મોહન મિશેન્ગ લોહીવાળો છે .. જેમ કે મોહપાશમાં રવાના થઈ ગયો છે… તે સમયે પશનોનો એક તન્તો પણ તમારામાં ગયો હતો ત્યારે એકાએક વ્યવસાય કર્યો હતો.
એક પ્રસંગ છે ગાંધીજીનાં પિતાજી બીમાર હતા અને પથારીવશ હતા ..ત્યારે તેની પગચંપી કરતાં મોહનદાસને કમરામાં રાહ જોતી કસ્તૂર દેખાતી હતી ..પિતાજીનાં કહેવાથી અને ઉંમરનાં મોહપાશમાં બંધાઈને મોહન એની પત્ની પાસે જાય છે અને પાછળથી દરવાજાને ટકોરા પડે છે ..ખોલે છે અને ઉભેલો ભાઈ કહે છે કે ,પિતાજી ગયા ……..કદાચ કસ્તૂરને કસ્તુરબા બનાવવાનું બીજ ત્યાં જ રોપાયું હશે……!
તેમના બાલવિવાહ વિષે વાત હોય કે વાત હોય તેમણે કરેલી ચોરી , પીધેલો દારૂ કે બીજી એબની વાત …એ એના હ્રદયનાં ખૂણે ખૂણેથી સત્યનાં તથ્યો અને તારણો કાઢીને આપણી સમક્ષ મૂકે છે .
ગાંધીજી બહુ સારા પત્રકાર હતા ..સંપાદક હતા ને લેખક હતા ..આઝાદીની લડતમાં એકસૂત્રતા જાળવવા , સંદેશા વ્યવહાર કરવા અખબારનો ઉપયોગ કરવો એ તો એ લાઠી લઈને દોડતો માણસ જ કરી શકે .
ગાંધીજીને આજની પરિભાષામાં કહીએ તો એ ભારતનાં સીઇઓ હતા ..મેનેજમેંટને ઘોળીને પી ગયા હતા ..અને કારીગરી ન ચાલે ત્યાં ઉપવાસ નામની હડતાળ હાથવગી રાખતા …ભાગલા વખતે થયેલા વર્ગવિગ્રહ વખતે કલકતામાં જઈને ઉપવાસ કરેલા ને હિંસાનાં માર્ગે વળેલા લોકોને પાછા વાળેલા ..ઉપવાસની તાકાતમાં ઉદેશ્યનો જ્યાં વાસ હોય છે ત્યાં ફરી નવી આશાનો સંચાર થયા વગર રહેતો નથી જ .
ફાંકડું અંગ્રેજી અને સૂટ બૂટમાંથી બે ખાદીના હાથે વણેલા કપડાં પર આવવું સહેલું નથી ..આજે લોકોના ફાટેલા કપડાં પરથી પણ મોહ છૂટતા નથી . ત્યાં …….!
ગાંધીજી ચાલુ ચર્ચાએ ઊઠીને બકરીનાં પગને સાજો કરવા જઇ શકે છે..આશ્રમમાં જીવાતી જિંદગીને પસંદ ન કરનારને જવાની વાત કહી શકે છે અને એ જ આશ્રમ વાસીઓ જ્યારે વિરોધનાં સૂર વ્યક્ત કરે ત્યારે પોતાની ભૂલ સ્વીકારીને પાછા વાળી શકે છે …..કસ્તુરબાને એક સમયે હુકમ કરીને પાયખાના સાફ કરવાનો આદેશ આપી શકે છે ને એ જ ગાંધી એ કસ્તુરબાની મરણપથારીએ હાથ પકડીને એમને શાંતિથી બેસી શકે છે …..આ કામ એ સુકલકડી શરીર જ કરી શકે .
એક પ્રસિધ્ધ વાત છે કે સ્ટેશનનાં ડબ્બામાંથી ઘા થઈને પડેલા માણસ નામે મોહન ……..જ્યારે ઊઠે છે ત્યારે મહાત્મા થઈને ઊઠે છે . જ્યારે આજે આપણે અનેકવાર પડીએ છીએ અને ધૂળ સાથે આત્મા ખંખેરીને ઊભા થઈ જઇયે છીએ.
માનવ બધા જ હોય છે પણ મહામાનવની ભૂમિકા તો ખુદે જ બાંધવી રહી અને ભારત વર્ષમાં જન્મેલો આ મહામાનવ જે ભારતનાં શહેરોનાં રસ્તા પર હજુ પણ લાઠી લઈને ઊભો છે ..હજુ એ થાક્યો નથી ..હજુ પણ એના નામનાં રસ્તાને એમ .જી રોડ તરીકે ઓળખવામા આવે તો એને કોઈ જાતનો વાંધો નથી આવતો ..હજુ એ સ્કૂલોમાં ,જાહેર સંસ્થાનોમાં છબી બનીને લટકે છે …….એમાં પણ એ તો બોખા મોઢે હસ્યા જ કરે છે .હજુ કોઈ જગ્યાએ એની પીઠ પાછળ માળા બંધાય છે ….ને સુકેલા ફૂલોનો ભાર લાગે તો પણ એ કઈ જ ફરિયાદ કર્યા સિવાય બસ જોયા જ કરે છે જોયા જ કરે છે …………!
આ મહામાનવરૂપી મનખાનું આ પૃથ્વી પર આવવાનું મહત્વ જેટલી જલ્દી સમજાય એટલું જલ્દી આપણને આપણાં જન્મ અને કર્મનું મહત્વ સમજાશે જ .
હેમલ મૌલેશ દવે
સત્યના પ્રયોગો અથવા ગાંધીજીની આત્મકથા
Author : મોહનદાસ કરમચંદ ગાંધી
Contributor : ઈશા પાઠક
ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વને સત્ય તેમજ અહિંસાની શક્તિનું દર્શન કરાવનાર મહાત્મા ગાંધીના જીવનના બાળપણથી માંડીને ઈ.સ.1921 સુધીના સમયગાળાના સારા-નરસા પ્રસંગોને આવરી લેતું પુસ્તક એ ‘સત્યના પ્રયોગો’. 1925થી 1929ના સમયગાળા દરમિયાન ‘નવજીવન’માં સાપ્તાહિકરૂપે પ્રકાશિત થયેલી આ આત્મકથામાં ગાંધીજીના જીવનના રાજકીય કરતાં આધ્યાત્મિક અને નૈતિક અનુભવો પર વધુ ભાર મુકાયો છે. સમગ્ર પુસ્તકમાં તેમણે અપનાવેલા સત્ય, અહિંસા, આધ્યાત્મિકતા, બ્રહ્મચર્ય, આત્મજ્ઞાન તેમજ શાકાહાર જેવાં વિવિધ સિદ્ધાંતો તેમજ પ્રયોગો અને તેમના પરિણામોની વાત હોવાથી આ પુસ્તકને ‘સત્યના પ્રયોગો’ રૂપે રજૂ કરવામાં આવ્યું છે.
પાંચ ભાગમાં લખાયેલી આત્મકથાની શરૂઆત થાય છે ગાંધીજીના બાળપણના પ્રસંગોથી. શાળામાં ઈંસ્પેક્શન સમયે માસ્તરના કહેવા છતાં ચોરી ન કરવી, મિત્રોના ‘ડરપોક’ ના મહેણાં સાંભળીને બહાદુરી દેખાડવા માંસ-મદિરાનું સેવન, બીડી પીવાનું વ્યસન અને દેવું ભરપાઈ કરવા સોનાની ચોરીના પ્રસંગની નિખાલસ રજૂઆત છે. જન્મજાત સંસ્કારોને લીધે આત્મા ડંખતા ચિઠ્ઠી લખી પિતા પાસે ક્ષમાયાચના કરી સત્યના માર્ગે એક ડગલું આગળ વધવાની વાત પણ તેમાં કરી છે. ફક્ત 13 વર્ષની કુમળી વયે લગ્ન થતાં અણસમજને લીધે લગ્નજીવનમાં પડેલી મુશ્કેલીઓ અંગે પણ તેમણે લખ્યું છે. પિતાના મૃત્યુ પછી વકીલાતનું ભણવા વિદેશગમન પ્રસંગે માતાને આપેલ – માંસાહાર, મદ્યપાન અને પરસ્ત્રીનો સંગ ન કરવાના વચનનું પાલન તેમણે આજીવન કર્યું હોવાનું જણાય છે. બીજા વિભાગમાં મુખ્યત્વે તેમના દક્ષિણ આફ્રિકાના અનુભવોની વાત છે. તેઓ એક કેસ લડવા માટે જ્યારે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પ્રિટોરીયામાં તેમને થયેલા રંગભેદનો ખૂબ જાણીતો અનુભવ આલેખાયેલો છે. અહીં પણ તેઓ વકીલાત કરતાં સત્યનો માર્ગ ચૂક્યા નથી. અહીં ભારતીયોને થતાં અન્યાય સામેની તેમની અહિંસક લડતની વાત છે. ત્રીજા વિભાગમાં તેમના બ્રહ્મચર્યને લગતા પ્રયોગની વાત છે. 1896માં તેઓ ટૂંક સમય માટે ભારત આવે છે અને ગોપાલકૃષ્ણ ગોખલે સાથે રહે છે. અહીં તેમની રાજનિષ્ઠા અને નાનામાં નાના કામ પ્રત્યે લગનનો ભાવ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકાથી મદદ માટે કહેણ આવતા તેઓ ફરી ત્યાં જાય છે. ચોથો વિભાગ તેમની દક્ષિણ આફ્રિકાની સરકારની અન્યાયી નીતિની સામે સખત લડતને સમર્પિત છે. સાથે-સાથે આમાં આહારને લગતા તેમના કેટલાંક પ્રયોગોની તેમજ બ્રહ્મચર્ય અને આત્મસંયમને લગતા તેમના વિચારોનું આલેખન છે. પાંચમા વિભાગમાં ગાંધીજી ભારતમાં અંગ્રેજોની અન્યાયી નીતિ સામેની અહિંસક એવી અસહકારની લડત ચલાવતા જોવા મળે છે. આહારના અન્ય એક પ્રયોગમાં તેઓ બકરીનું દૂધ અપનાવે છે. ભારતની આઝાદીની ચળવળની સાથે-સાથે સમાજમાં વ્યાપ્ત અનેક દૂષણોને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા સાથે આત્મકથા પૂર્ણ થાય છે.
સત્ય અને અહિંસાના અમોઘ શસ્ત્રો કઈ રીતે મનુષ્યને અન્યાય સામે લડવાની હિંમત અને શક્તિ આપે છે અને અંતે સત્યની જ જીત નિશ્ચિત છે, એવો સંદેશ આ આત્મકથા આપે છે.

Comments
Post a Comment