સામાયિક સંકલન અહેવાલ લેખન
અહેવાલ લેખન
સામાયિક : શિક્ષણ અને પરીક્ષણ
પ્રકાશન : માર્ચ, એપ્રિલ, મે, જૂન, 2020 ( સંયુક્ત અંક )
પ્રકાશનની તારીખ : દર મહિનાની ૨૮મી
" વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વડે સ્વસ્થ સમાજનું નિર્માણ "
ડો. અલ્પેશભાઈ પી.ચૌહાણ
આ લેખમાં ડૉ.અલ્પેશભાઈ એ જણાવ્યું હતું કે જીવનમાં સફળતા માટે આત્મવિશ્વાસ એટલો જ આવશ્યક છે જેટલો માણસ માટે ઓક્સિજન અને માછલી માટે પાણી. આત્મવિશ્વાસ વગર કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકતી નથી.
વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વનો છે. આત્મવિશ્વાસ એટલે પોતાની ક્ષમતાઓ, ગુણો અને નિર્ણય ઉપર વિશ્વાસની ભાવના.જો વિદ્યાર્થી પોતાના ધ્યેય સુધી નાના પગલા ભરવા લાગે તો એક શિક્ષક તરીકે તેનામાં આત્મવિશ્વાસનો વધારો કરવો જોઈએ, જો વિદ્યાર્થી આત્મવિશ્વાસનો અભાવ હશે તો પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. આત્મવિશ્વાસનો અભાવ થી વિદ્યાર્થીના સફળતાના માર્ગમાં અનેક અવરોધો ઊભા થાય છે.એક શિક્ષક તરીકે માર્ગદર્શન આપવું જોઈએ કે નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે વિશ્વાસ રાખો અચૂક સફળ થશો.
જ્યારે વિદ્યાર્થી ને કોઈ નિષ્ફળતા અનુભવ થાય ત્યારે તેને મળેલી ભૂતકાળની કોઈ હકારાત્મક સિદ્ધિઓ વળે પ્રેરણા આપવી જોઈએ તેથી તેના વિશ્વાસમાં વધારો કરી શકાય.નાના સોપાનો પાર કરી પછી જ મોટા લક્ષ્ય સુધી આગળ વધી શકાય એવી સમજણ આપવી જોઈએ. એક શિક્ષક તરીકે વિધાર્થીઓને માગૅદશૅન આપવું જોઈએ કે આત્મવિશ્વાસ આપણા અંદર જ હોય છે, બસ એને મજબૂત કરીને બહાર લાવવા ની જરૂર છે.શિક્ષક તરીકે આપે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, પ્રતિપોષણ આપશું તો જ વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસનો ભાવ જગાડવા માં સફળતા પ્રાપ્ત કરી શકીશું.
(2). સામાયિક : શિક્ષણ અને પરીક્ષણ
પ્રકાશન : નવેમ્બર 2019
પ્રકાશન તારીખ : દર મહિનાની 28મી
" શિક્ષકની સદ્ વૃત્તિ "
' પૂજ્ય મોરારી બાપુ
આ લેખમાં પુજ્ય શ્રી મોરારી બાપુ કહ્યું તે મુજબ શિક્ષક સ્નેહ નું ઝાડ છે શિક્ષકને પોતાના ઘરના આંગણામાં રમતા બાળકો કરતા શાળાના સો બાળકો પ્રત્યે વધારે મમતા હોવી જોઈએ. મમતા વગરનું શિક્ષક શિક્ષક નથી હોતો. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને પોતાના સંતાનો સમજીને પ્રેમ આપે તો જ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે આત્મીયતા કેળવાશે. જીવનની બધી જ સમસ્યાનું સમાધાન પ્રેમ છે. રામચરિત માનસમાં કહ્યું છે કે 'सब नर करें हि परस्पर प्रीति ' । શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંબંધનો સેતુ બાંધવાથી જ પ્રેમ પ્રગટ થશે, એટલે કે રસ્તામાં આવતા અરચણ રૂપી પથ્થરો હટાવવા ના હોય છે જો સેતુ બાંધેલો હશે તો આ અરચણ રૂપી પથ્થરો દૂર અવશ્ય કરી શકીશું.
શિક્ષકે બહુ ચિંતન કરવું જોઈએ પાઠ્યપુસ્તક પૂરતું ઘ્યાન ન હોવું જોઈએ. પાઠ્યપુસ્તક માં ઘુસી રહે તે શિક્ષક ન કહેવાય. શિક્ષકે તો બાળકનું મન , મસ્તક પણ વાંચતા આવડવું જોઈએ. શિક્ષક ચિંતનશીલ હોવો જોઈએ. શિક્ષકે પોતાના શિક્ષણ કાર્ય પ્રસન્નતાપૂર્વક કરાવવું જોઇએ. જે દિવસે શિક્ષક હસી ન શકે તે દિવસે એને રજા લઈ લેવી જોઈએ. શિક્ષકની આંખોમાં તેની વાણીમાં અને ચહેરામાં હંમેશા સ્નેહ હોવું જોઈએ. શિક્ષકે હંમેશા બાળકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ, શિક્ષકે પોતાનું શિક્ષણ કાર્ય પ્રસન્નતાપૂર્વક કરાવેલ હશે તો શિક્ષક પોતાના કાર્યમાં રૂડો લાગશે. તેથી શિક્ષકે પોતાની નિષ્ઠા પૂર્વક અધ્યયન કાર્ય કરવું જોઈએ.
(3). સામાયિક : જીવન શિક્ષણ
પ્રકાશન : ઓક્ટોબર 2017
" માઈક્રો કેર "
- મીતા પંચાલ ઉપાધ્યાય
પ્રસ્તુત લેખમાં મીતા પંચાલ કહ્યું હતું કે
બાળકને પાંચ વર્ષ પૂરા થતાંની સાથે જ બાળકના વિદ્યાર્થીકાળથી આરંભ થાય છે. જ્યારે બાળક શાળામાં દાખલ થાય ત્યારે તે પહેલી વખત પોતાના માતા-પિતાની આંગળી છોડીને તેના શિક્ષક ની આંગળી પકડે છે.ત્યારથી તેના જીવનમાં માતા-પિતા પછી નું સ્થાન તેમણે શિક્ષક નું હોય છે જે તેમને પોતાના સપના પુરા કરવા માટે પ્રેરણારૂપી માનતા હોય છે.
દરેક બાળકની દરેક વિદ્યાર્થીની શીખવાની ઝડપ ગ્રહણશક્તિ સમજશક્તિ વગેરે અલગ અલગ હોય છે. કોઈ વર્ગના વિદ્યાર્થીઓને પૂછવામાં આવે તો જાણવા મળશે કે બધાની વિધાર્થીની અભ્યાસ શીખવાની પદ્ધતિ અલગ અલગ છે. અને તેજસ્વી બાળક ને પોતાના ગૃહકાર્ય મહાવરા પૂર્ણ કર્યા બાદ વધારાના સમયમાં ઇત્તર પ્રવૃત્તિ પ્રત્યે ધ્યાન આપશે અને ધીમી ગતિથી શીખનાર બાળકો પોતાના મહાવરા કે વિષય વસ્તુ પર વધુ ધ્યાન આપશે જેથી તે પ્રબળ બને.
આજના યુગમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા જોવા મળે છે. તેથી શિક્ષકે વિદ્યાર્થી સમક્ષ સ્પર્ધાઓ અવશ્ય ગોઠવવી જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ કે, માત્ર વિદ્યાર્થી અવસ્થામાં નહીં પરંતુ વ્યવહારિક જીવનમાં પણ આગળ વધવા માટે ધ્યેય હંમેશા ઊંચા રાખવા જોઈએ.
ઘણા લોકો આપણી પરીક્ષા પદ્ધતિને અયોગ્ય ગણે છે. પરીક્ષાઓ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે જરૂરી છે. સાથે-સાથે વિદ્યાર્થીઓ પુનરાવર્તન કરતા રહે એ માટે પણ જરૂરી છે. અભ્યાસક્રમમાં ઘણા મુદ્દાઓ એવા હોય છે કે જે ભવિષ્યમાં આવનાર સંઘર્ષ સામે સામનો કરવા માટે બાળકને તૈયાર કરે છે. શિક્ષકે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ માટે શિક્ષકે પણ હંમેશા શીખતા રહેવું જોઈએ.
(4). સામાયિક : શિક્ષણ અને પરીક્ષણ
પ્રકાશન : નવેમ્બર 2019
" પવતૅમાંન સમયમાં શિક્ષકની ભૂમિકા "
મુકેશભાઈ એ. શિંગાળા
મુકેશભાઈના મત મુજબ તે જણાવો છે કે શિક્ષક એ સમાજ અને શાળાનું મહત્વનું અંગ છે. શાળા કે સંસ્થાના વિકાસ માટે શિક્ષકોનો ફાળો મહત્વનો હોય છે. " મૂછાળી મા " ગીજુભાઈ બધેકાએ કહ્યું તે મુજબ, " બાળક એ ઘર, શાળા, સમાજનું એક પ્રફુલ્લિત બાગ છે, જેનું જતન કરશો તેમ તે વાકસશે. " શિક્ષકે વર્ગની ચાર દીવાલો વચ્ચે જ બાળકોને શિક્ષણ આપવાનું નથી. શિક્ષકે તો આજની નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય કરાવવુ જોઈએ. શિક્ષકે વર્ગ કાર્ય દરમિયાન બાળકની સુષુપ્ત શક્તિ ખીલે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. અધ્યેતાકેન્દ્રી પર વધુ ભાર મૂકવો જોઇએ કારણ કે તેથી વિદ્યાર્થી પ્રવૃત્તિશીલ રહે.આળસ વગરનો અને ઉત્સાહી શિક્ષક જ વર્ગ અને જીવંત અને ડોલતો રાખી શકે છે. શિક્ષકે વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતર પણ કરવાનું હોય છે. સંસ્કારોનું સિંચન કરવા માટે શિક્ષકની અગત્યની ભૂમિકા હોય છે. અજ્ઞાનરૂપી અંધારામાંથી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરવાનું કાર્ય પણ શિક્ષક જ કરે છે. આમ, વિદ્યાર્થીઓના પરિવર્તનના પાયા માં આખરે શિક્ષકનો જ હાથ હોય છે.
(5). સામાયિક : જીવન શિક્ષણ
પ્રકાશન : ઓક્ટોબર 2018
" નવાચાર "
- હસમુખ અબોટી ચંદન
આ લેખમાં હસમુખ અંબોટીના મત પ્રમાણે શિક્ષક પોતાની સૂઝ મુજબ, આવડત મુજબ હંમેશા નવા કૌશલ્ય ઉપયોગ કરતા રહેવું જોઈએ . આ માટે વર્ગખંડ પુરતો નથી, શાળાની બહાર પણ શિક્ષકે કાયૅશીલ રહેવું જોઈએ. સતત મહાવરો કરાવવો જોઈએ . જો શિક્ષક ખુદ કાર્યશીલ હશે તો જ વિદ્યાર્થીઓને એ દિશા તરફ દોરી શકશે, એમના માટે વાતાવરણ પૂરું પાડી શકશે . આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે શિક્ષક ખુદ અપડેટ હોય, નવાચાર અપનાવે, નવી ટેકનોલોજીથી માહિતગાર હોય. કોઈ કાર્ય અઘરું નથી, અશક્ય નથી. જો કાર્ય માટે સમય અને આયોજન કરવામાં આવે તો જરૂરી પૂર્ણ થાય છે. પ્રત્યેક બાળકમાં નેતૃત્વની ભાવના કેળવવાની હોય છે. જો શિક્ષક અપડેટ હોય રોજબરોજના દૈનિક સમાચાર પત્ર, કરંટ અફેર, કોઈ બનાવ, દુર્ઘટના વગેરે વિષે માહિતગાર હશે તો જ તે બાળકોને પૂરતું જ્ઞાન આપી શકશે. શિક્ષકે હંમેશા નવાચાર અપનાવું જોઈએ.
(6). સામાયિક : જીવન શિક્ષણ
પ્રકાશન સપ્ટેમ્બર 2019
" આહ પરીક્ષા વાહ પરીક્ષા "
ડૉ. હરેશ ચૌધરી
પ્રસ્તુત લેખમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા એટલે અપરિચિત પરિસ્થિતિમાં અનુકૂલન સાધવામાં તે નું શિક્ષણ 5:30 ના જીવનમાં વિદ્યાર્થીઓના જીવનમાં એવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે જેમાં વિદ્યાર્થીને પોતાની જાતે નિર્ણય લેવાનો હોય છે અનુકૂલન સાંધવાનું હોય છે તેથી વિદ્યાર્થીઓએ શીખવાનું છે કે જીવનની સફરમાં આવતી વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે વર્તવું.
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન હોવું જરૂરી છે. તેથી વિદ્યાર્થી અને શિક્ષક બંને પક્ષે પરીક્ષાને લઇને ગંભીરતા હોવી જોઈએ. પરીક્ષા સમયે વિદ્યાર્થી કોઈ અન્ય વિદ્યાર્થીને પૂછીને લખતો હોય , અથવા અન્ય વિદ્યાર્થી માંથી જોઇને લખતો હોય તો શિક્ષણ કે એ વિદ્યાર્થીને તે સમય જરૂર ઠપકો આપવો જોઈએ, કારણકે વિદ્યાર્થી પક્ષી તે નુકસાન થતું હોય છે. વિદ્યાર્થીને શું નથી આવડતું એ વિશે શિક્ષક અને વિદ્યાર્થી બન્ને અજાણ રહી જાય છે . પરિણામેએ મુદ્દો ફરીથી શીખવાની તક મળતી નથી . શાળાકીય પરીક્ષાઓ માં વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની મદદથી પરીક્ષા પાસ કરી લે છે, પરંતુ જીવનની પરીક્ષાઓ તો જાતે જ પાસ કરવાની હોય છે. તેથી શિક્ષકે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શાળાકીય પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીને કોઈપણ જાતની મદદ ન મળે. પોતાની મહેનત દ્વારા પરીક્ષા પાસ કરવા બાબતે માર્ગદર્શન આપવું જોઈએ. આમ, એક શિક્ષકે વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનવા માટે પ્રેરણા આપવી જોઈએ.
Comments
Post a Comment