" મળેલા જીવ "
પોકાર હર્ષા સી
રોલ નં 21
" મળેલા જીવ "
લેખક : પન્નાલાલ પટેલ
અનુવાદક : રાજેશ.આર.પટેલ
ભાષા : ગુજરાતી
પ્રકાર : નવલકથા
પ્રકાશન : સંજીવની પ્રકાશન
પ્રકાશન તારિખ : ૧૯૪૧ (૨૦મી આવૃત્તિ ૨૦૧૪ માં )
પાના : ૨૭૨
કિંમત : ૨૦૦ રૂ.
∆ લેખક પરિચય :
પન્નાલાલ પટેલનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ રાજસ્થાનમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાના અથવા નાનાલાલ અને હીરા બે હિરાબા ને ત્યાં થયો હતો. તેઓ ઇડરની સર પ્રતાપ હાઇસ્કુલ માં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોશીના મિત્ર બન્યા. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક છે. પન્નાલાલ પટેલને ' સાહિત્ય જગતનો ચમત્કાર ' અને ' ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય ' જેવા બિરુદથી નવાજવામાં આવ્યા છે.
∆ મળેલા જીવ પુસ્તક સમીક્ષા .
" મળેલા જીવ " પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બનેના પાત્રોના સંધષૅની કથાનું આલેખન થયું છે. આ નવલકથા અંગ્રેજીમાં તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનું ફિલ્મમાં અને નાટ્ય માં રૂપાંતર થયું છે.
આ પુસ્તક વિશે મને લખવાનું કહેવામાં આવે તો કઈ વાત લખવી અને કંઈ નહીં એ નક્કી કરવું અઘરું છે.આ નવલકથા ગ્રામ્ય જીવન ઉપર લખાયેલી છે અને ભાષા પણ એ સમયને અનુરૂપ છે એટલે તેમાં ગામથી સંવાદો વધુ જોવા મળે છે.
ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટીના પ્રસંગે કાવડિયા ગામના ડુંગરની નેળમાં ભરાયેલા મેળામાં અચાનક રીતે ભેગા થઈ જાય છે અને પ્રથમ મુલાકાતે એકબીજાના પ્રેમમાં પડે છે.પરંતુ બન્નેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ બને છે.કાનજીના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમિકા જીવી પોતાની નજર સામે રહી એ હેતુથી કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા વાળંદ સાથે પરણાવે છે. કાનજી પ્રત્યે લાગણી થી ઘેરાઈને જીવી આ સંબંધ કબૂલ કરે છે. પણ એણે વહેમી પતિ ધુળો જીવીને ખૂબ મારે છે. જીવી નું દુઃખ જોઈ ન શકતા કાનજી ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલા માં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે પરંતુ અજાણતાં એ રોટલો ધુળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોક નિંદાનો ભોગ બને છે. આથી આઘાતથી જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવી ને પોતાની સાથે લઈ જાય છે.
∆ મળેલા જીવ નવલકથા ના પાત્રો :
આ નવલકથામાં લેખક પન્નાલાલ પટેલે બહુ ઓછા પાત્રો દ્વારા ખૂબ સારી અને અસરકારક રીતે પોતાની વાત રજૂ કરી છે. કાનજી, જીવી, ધૂળો, ભગત, હીરા વગેરે પાત્રો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
∆ લેખન શૈલી :
મારા મંતવ્ય મુજબ લેખનશૈલી સાહિત્યક છે.
અને આ પુસ્તકને સાધારણ માણસ પણ વાંચી શકે.ગામઠી ભૂમિ પર લખાયેલી છે. ભાષા પણ સમયને અનુરૂપ છે.સંવાદ પણ ગામઠી છે. તેવી લેખકની લેખનશૈલી છે એવું હું માનું છું.
∆ પુસ્તકમાં ગમતી બાબતો:
પુસ્તકના સૌથી છેલ્લા પાને જ્યારે કાનજી જીવીને લઈને જાય છે ત્યારે મિત્ર ભગતના મોંઢે બહું સુંદર વાત સાથે વાતૉનો સમાપ્ત થાય છે. " વાહ રે માનવી ! તારું હૈયું ! એક પા લોહીના કોગળા તો બીજી ના પ્રીતના ઘુટકા ! "
∆ પુસ્તકની વિશેષતા :
પન્નાલાલ પટેલ દ્વારા લિખિત "મળેલા જીવ "નવલકથાની વિશેષતા મને નવલકથાના અંતે નાયક કાનજી પોતાની પ્રેમિકા જીવીને સાથે લઈ જાય છે આ બનાવથી આ નવલકથા કાંઈક અલગ વિશેષ તરી આવે એવું મને લાગે છે.
∆ વાચક તરીકે :
વાંચતા વાંચતા મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે. જીવી અને કાનજીને આટલાં સમય સુધી દુર રાખવા માટે લેખકની હિંમતની દાત દેવી જોઈએ. કોઈ પતિ આટલો ક્રુર કેમ હોઇ શકે ? જીવી માં આટલી સહનશક્તિ કેમ છે ? લેખક બે પ્રેમ કરવાવાળા ને આટલાં કેમ તડપાવી શકે ?
અંતે બસ એટલું જ કહિશ કે તમે આ નવલકથા ના વાંચી હોય તો તમે કાંઈક ગુમાવી રહ્યા છો . એટલે એક વખત આ નવલકથા જરૂર વાંચજો .
અસ્તુ
Comments
Post a Comment