શિક્ષણ સાર્થક ક્યારે થાય છે ?

શિક્ષણ સાર્થક ક્યારે ગાણાય ? 

              
                         શિક્ષક તરીકેની તાલીમ લેતા હોય ત્યારે હંમેશા શિક્ષણ વિશેની સમજ લોકોને આપવાની ટેવ હોય . શિક્ષક અમુક અંશે વિદ્યાર્થીઓને સંકુચિત બનાવી દેતા હોય છે. જે પાંચ વર્ષનું બાળક ચિત્ર બનાવી લેતું હોય ,  કાવ્ય યાદ રાખી લેતું હોય , ગીત ગાઈ શકતો હોય , તો પોતાના અભ્યાસમાં આવતી વસ્તુ કેમ આટલી સરળતાથી યાદ રહેતી નથી ? કારણ છે શિક્ષણ પદ્ધતિ . જે વિશે ઘણું લખાયું છે અને ઘણું કહેવાયું છે પણ બહુ ઓછી વ્યક્તિઓ તેને સુધારવાનો પ્રયત્ન કર્યો છે . 
   
                           સામાન્ય ઉદાહરણ લઈ તો એક બાળક આર્થિક પરિસ્થિતિના લીધે શિક્ષણથી વંચિત રહ્યું હોય છે જે મકરસંક્રાંતિના જેવા  તહેવારોમાં કોલોનીના રોડ પર પતંગ ભેગા કરતું જોવા મળે છે. કારણ કે જ્યારે પતંગ કપાય એ જ મિનિટે નક્કી કરવું પડે છે કે પવન કઈ દિશામાં છે , પતંગ મેળવવા માટે હું કયા રસ્તા થી જઈશ તો પતંગ મને સરળતાથી મળી જશે , પતંગ કઈ દિશામાં જાય છે , મારી સાથે દોડી રહેલા પ્રતિસ્પર્ધી કોણ છે , રોડ ક્રોસ કરવાનો આવે ત્યારે વાહન જોવા , પતંગ જોવું , નીચે રસ્તો અને આટલા બધા પ્રયત્નો પછી જ્યારે એ બાળકને પતંગ મળી જાય છે ત્યારે તેની ખુશીમાં ચાર ચાંદ લાગી જાય છે.

                             તે બાળક મહેનતુ છે પ્લાનિંગ કરતા આવડે છે , પોતાની ઊંચાઈ માં હોય તેવા બાળકો તેની આજુબાજુ ફરે છે જેને જોઈને તે પ્રતિસ્પર્ધીઓને સમજતો થાય છે પોતાના ટાર્ગેટ ને સમજે છે અને તેના માટે જરૂરી પ્રયત્નો પણ સમજે છે અને તે પણ કોઈ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર .

                            હવે એ જ બાળકને શાળામાં બેસાડી દેવામાં આવે અને જો શિક્ષક ભણાવતા હોય ત્યારે નોટબુકમાં ચિત્ર બનાવતું જોવા મળે , બારીમાંથી બહાર જોતા દેખાય તો ત્યારે શિક્ષકે તેને ઠપકો આપે છે. સતત એ જ વસ્તુ બોલ્યા કરે છે બોર્ડ પર ધ્યાન આપો હું જે બોલું છું તે ધ્યાનથી સાંભળો બાળક નાનપણથી મલ્ટિટાસ્કિંગ હોય તેને શિક્ષક વર્ગ ભેગા કરીને સિંગલ ટાસ્કિંગ બનાવી દે છે.

                             ફરી પાછુ એ જ બાળક જ્યારે ઉચ્ચ અભ્યાસ પછી નોકરીની શોધમાં નીકળી ત્યારે તેને મોટી કંપનીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમને એવી વ્યક્તિની જરૂર છે જે મલ્ટિટાસ્કિંગ હોય.

                                અરે ! બાળક તો નાનપણથી જ મલ્ટિટાસ્કિંગ હતું પણ આ શિક્ષણ પદ્ધતિએ મારીમચડીને તેને સિંગલ ટાસ્કિંગ કયું અને હવે પાછૂ  મલ્ટિટાસ્કિંગ ? 

                                હા ! અભ્યાસ જીવનનું ખૂબ જરૂરી પાસું છે . પણ તેની પદ્ધતિ માં જો બાળકોના ભવિષ્ય હિતો અને જરૂરિયાતો પ્રમાણે પરિવર્તન કરવામાં આવે તો શિક્ષણ સાર્થક થયું ગણાય .



                                                    - પોકાર હર્ષા 

Comments

Post a Comment

Popular posts from this blog

ઇન્ટર્નશીપ અહેવાલ

સામાયિક સંકલન અહેવાલ લેખન

સત્યના પ્રયોગો