મહિલા કોલેજની યાદગાર પળો
" મહિલા કોલેજની યાદગાર પળો "
નવ વાગે તો બધા કોલેજ જાય,
વહેલા ઊઠીને કોલેજ જવાની
પળો માણી તો જુઓ.
પોતાના વાહન લઇને તો બધા જાય ,
એસ.ટી બસની મુસાફરી કરવાની ,
પળો માણી તો જુઓ .
લેક્ચર બંક તો બધા કરે ,
ચાર લેક્ચર ભરવાની ,
પળો માણી તો જુઓ .
કેન્ટીનમાં હાઈ - ફાઈ નાસ્તા તો બધા કરે ,
બેસીને ઘરના નાસ્તાના ડબ્બાઓની ,
પળો માણી તો જુઓ .
ફોન લઈને તો કોલેજ બધાએ આવે ,
ફોન વગર દોસ્તો સાથેની સફર ,
માણી તો જુઓ .
Days તો બધી કોલેજ ઉજવે ,
કોલેજના cancel કરેલા Days ,
ની પળો માણી તો જુઓ.
જીન્સ , ટોપ પહેરીને તો બધા જાયે ,
દરરોજ કુર્તી , ડ્રેસ પહેરવાની ,
પળો માણી તો જુઓ.
બેલ લગ્યા વગર તો બધાએ નીકળી જાય , સાડા બાર વાગ્યા સુધી બેલની રાહ જોવાની
પળો માણી તો જુઓ .
Comments
Post a Comment