Pokar Harsha chandulal roll no : 21
Pokar Harsha chandulala ,
roll no : 21,
વિષય : તરુણાવસ્થા ના લક્ષણો
તારીખ :16/2/2020
તરુણાવસ્થા ના લક્ષણો
તરુણાવસ્થા નો સમગાળો 12થી 18 હોય છે. માનવજીવનનો સંક્રાંતિકાળ છે.
" તરુણાવસ્થા એ જીવનની વસંત છે આ એક એવી અવસ્થા છે કે જ્યારે વ્યક્તિ નથી બાળક કે નથી પ્રૌઢ ." - ડો.પાનડે
તરુણાવસ્થા ના લક્ષણો
તારીખ 16 / 2 / 2019 ના રોજ પટેલ ધાર્મિક જે તણાવસ્થામાં આવે છે તેમની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમના લક્ષણો નીચે મુજબ છે.
આ અવસ્થા દરમિયાન જાતીય અંગોનો વિકાસ થાય છે. છોકરાઓ મુછ અને દાઢી આવે છે. જ્યારે છોકરીઓમાં આ અવસ્થા દરમિયાન માસિક સ્ત્રાવ શરૂ થાય છે. આ અવસ્થામાં તેમને વિજાતીય આકર્ષણ ખૂબ હોય છે. આ અવસ્થામાં કેટલીક વખત તરુણ તમાકુ જેવા વ્યસનનુ સેવન પણ કરતા હોય છે.
આ અવસ્થામાં તરુણ - તરુણીઓને સ્વતંત્ર રહેવા મા વધુ આનંદ મેળે છે તેઓને પરાવલંબન ગમતું નથી. પોતાના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિ નું નિયંત્રણ તેમને ગમતું નથી. આ અવસ્થા દરમિયાન તેમને કોઈ નીતી નિયમનું પાલન કરવું પણ ગમતું નથી. આ સમય દરમિયાન તેમને મિત્ર સાથે રહેવું વધુ ગમે છે. તેમના સુખદુઃખની વાતો તેમના મિત્રને જ કહેતા હોય છે. પોતે વધું સુંદર દેખાવા પ્રયત્ન કરતા હોય છે. આ અવસ્થામાં તેમની ભવિષ્યની ચિંતા સતાવતી હોય છે.
આ અવસ્થા દરમિયાન બાળકો ચંચળ હોય છે. તેમને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. વિજાતીય આકર્ષણ હોવાથી વિજાતીય મૈત્રી માં વધુ રસ હોય છે. કોઈપણ નિર્ણય પોતે જાતે લઈ શકતા ન હોવાથી અન્ય વ્યક્તિની જરૂર પડતી હોય છે. આ અવસ્થા દરમિયાન બાળકને સોશિયલ મીડિયા પ્રત્યે વધુ લગાવ હોય છે. આ અવસ્થામાં બાળક અહમ્ કેન્દ્ર બની જતું હોય છે.
આમ , મુલાકાત દરમિયાન તરુણાવસ્થાના લક્ષણો જોવા મળ્યા.
Comments
Post a Comment