Pokar Harsha chandulal roll no: 21
Pokar Harsha chandulal ,
roll no: 21,
વિષય: બાલ્યાવસ્થા અને વિકાસ
પ્રવૃત્તિનું નામ : તરુણોને સલાહ અને માર્ગદર્શન
- તરુણોને સલાહ અને માર્ગદર્શન
આ અવસ્થામાં બાળકોને શારીરિક, માનસિક અને શારીરિક પરિવર્તન આવે છે.આ અવસ્થામાં શિક્ષક ,વાલીઓએ તરુણોને માર્ગદર્શન પૂરા પાડવા જોઈએ.
- તરૂણોમા થતા શારીરિક ફેરફારો અંગે તરુણ તરુણીઓ મૂંઝવણ અનુભવે છે. આથી શારીરિક ફેરફાર અંગે માર્ગદર્શન આપવું જોઈએ.
- આ અવસ્થામાં તરુણીઓને શારીરિક વિકાસ અને શારીરિક ક્ષમતા માટે વિવિધ પ્રકારની કસરતો અને રમત-ગમતો અંગે સલાહ સૂચનો આપવા જોઈએ.
- માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે સારા પુસ્તકો વાંચવા પ્રેરાય અને અભિરુચિ વધે તેવું માર્ગદર્શન આપવું જોઈએ શાળા કક્ષાએ ચર્ચાસભા, વકૃત્વ સ્પર્ધા, સાહિત્ય ચર્ચાઓ વગેરેના સહઅભ્યાસી પ્રવૃત્તિઓમાં રસ લે તેવી સલાહ આપવી જોઈએ.
- સંગીત કલા અને ચિત્ર કલા જેવી પ્રવૃત્તિઓમાં રસ લે તેવા પ્રયાસો કરવા જોઈએ.સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને શાળાની કે સમાજની પ્રવૃત્તિઓમાં ભાગ લે એવી પ્રવૃતિઓનું આયોજન કરી નેતૃત્વ ગ્રહણ કરે તેવી તાલીમ જોગવાઈ કરવી જોઈએ.
- આ અવસ્થામાં જીવનની વાસ્તવિકતાઓ, સામાજિક પરંપરાઓ, માન્યતાઓ તેમજ પ્રેમ અને હુંફ પૂરા પાડી તે અંગે વાલીઓ અને શિક્ષકો સહાનુભૂતિ આપવી જોઈએ.16 વર્ષના પુત્ર પુત્રીઓ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખી તેમને સલાહ અને માર્ગદર્શન આપવા જોઈએ.
- આ અવસ્થામાં બાળકોને જવાબદારી પૂર્ણ કાર્યોમાં રસ લેતા થાય તેવું માર્ગદર્શન આપવું જોઈએ.વાલીઓ અને શિક્ષકોએ જવાબદારી પૂર્ણ કાર્યોથી બાળકોને સભાન કરાવા જોઈએ.
- આ અવસ્થામાં બાળકો વ્યવસાયિક તેમજ શૈક્ષણિક કારકિર્દી અંગે ચિંતિત હોય છે તેથી તેમને જરૂરી સલાહ અને સુચનો આપવા.
- તરુણોને નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે વિવિધ ધર્મોને આવરી લેતા નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ આપવું જોઈએ.
- તરુણો પોતાનાં જીવનનાં ધ્યેયો નક્કી કરી શકે અને તેને કઈ દિશા વાળી શકાય તે અંગે સલાહ અને સુચનો આપવા જોઈએ.
આમ તરુણોના જીવનમાં શિક્ષકો અને વાલીઓએ યોગ્ય માર્ગદર્શન અને સલાહ સૂચનો પૂરા પાડવા જોઈએ.
Comments
Post a Comment